વિમ્બલ્ડનમાં ફેડરરને નડાલથી ઉપર બીજો ક્રમ અપાયો

વિમ્બલ્ડનમાં ફેડરરને નડાલથી ઉપર બીજો ક્રમ અપાયો
લંડન, તા.26: આઠ વખતના ચેમ્પિયન સ્વિસ સ્ટાર રોઝર ફેડરરને વિમ્બલ્ડન ઓપન ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં બીજો ક્રમ અપાયો છે. ફેડરર વિશ્વ ક્રમાંકમાં ત્રીજા નંબર પર છે, પણ તેને અહીં રાફેલ નડાલથી ઉપર બીજો ક્રમ અપાયો છે. આથી રાફેલ નડાલને ત્રીજો ક્રમ મળ્યો છે. વર્તમાન વિજેતા નોવાક જોકોવિચને વિમ્બલ્ડનમાં પહેલો ક્રમ અપાયો છે. મહિલા વિભાગમાં ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીને પહેલો ક્રમ અપાયો છે. તે વિશ્વ ક્રમાંકમાં પણ પહેલા સ્થાને છે. પુરુષ વિભાગનો ગયા વખતનો ઉપવિજેતા સાઉથ આફ્રિકાનો ખેલાડી કેવિન એન્ડરસન ચોથા ક્રમ સાથે ઓલ ઇંગ્લેન્ડ ટેનિસ કોર્ટ પર ઉતરશે.
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer