51 સાંસદ રાહુલને મનાવી ન શક્યા

પ્રમુખપદ નહીં સ્વીકારે

નવી દિલ્હી, તા. 26 : યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના અધ્યક્ષપદે બુધવારે મળેલી કોંગ્રેસના લોકસભા સાંસદોની બેઠકમાં પક્ષના 51 સાંસદોએ રાજીનામું પાછું ખેંચવા માટે રાહુલ ગાંધીને સમજાવવા પ્રયાસ કર્યા હતા, પરંતુ નિષ્ફળ રહ્યા હતા.
રાજીનામાં અંગે મીડિયા સમક્ષ પહેલીવાર પોતાની વાત સ્પષ્ટ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આજની બેઠકમાં મેં મારું વલણ સ્પષ્ટ કરી આપ્યું છે. હું અધ્યક્ષ પદ પર રહેવા માગતો નથી.
કોંગ્રેસ સાંસદ? શશિથરૂર અને મનીષ?તિવારીએ રાહુલને અધ્યક્ષપદે જારી રહેવાના પક્ષમાં એવો તર્ક આપ્યો હતો કે પક્ષની હાર માત્ર તમારી જ જવાબદારી નથી, પરંતુ સામૂહિક છે.
પરંતુ તેમ છતાં રાહુલે કહ્યું હતું કે, હારની નૈતિક જવાબદારી મારી છે એટલે અધ્યક્ષપદ પર હવે રહેવાનો નથી.
દરમ્યાન, યુવા કોંગ્રેસના સભ્યોએ રાહુલ ગાંધીના નિવાસસ્થાનની બહાર એકઠા થઇને રાહુલ પાસે રાજીનામું પાછું ખેંચી કોંગ્રેસના પ્રમુખપદે જારી રહેવાની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાઇ ગયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર બાવન બેઠક મળી શકી હતી. 
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer