ચોમાસા માટે શુભ સમાચાર અલનીનોની અસર ઓસરી

નવીદિલ્હી,તા.26: દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ અત્યાર સુધીમાં દેશનાં 22 રાજ્યોમાં સક્રિય બની ગયું છે. પ્રથમ અલનીનો અને પછી વાયુ ચક્રવાતનાં કારણે વિલંબમાં મૂકાઈ ગયેલા ચોમાસા માટે ઘાતકી નહીં બનેલા વાયુ બાદ વધુ એક સારા સમાચાર આવ્યા છે. હિન્દ મહાસાગરમાં અલનીનોની અસર ઓસરવા લાગી છે અને તેનાં કારણે વરસાદની સ્થિતિ સુધરવાની આશા છે. 
વિશ્વવિખ્યાત ઓસ્ટ્રેલિયન હવામાન વિભાગ દ્વારા અલનીનોનું એલર્ટ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. જે ભારત માટે શુભ સમાચાર છે. આપણો દેશ કૃષિપ્રધાન છે અને કૃષિ ચોમાસુ વરસાદ ઉપર નિર્ભર છે ત્યારે અલનીનોની અસર ઓછી થતાં ચોમાસામાં વિક્ષેપની સંભાવના ઘટી છે અને ધારણાથી વધુ વરસાદની આશા બંધાઈ છે. 
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer