દુનિયામાં મોદી અને ટ્રમ્પ બે જ સાહસિક નેતા પોમ્પિયો

નવી દિલ્હી, તા. 26 : ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોના કહેવા પ્રમાણે દુનિયામાં બે જ નેતા એવા છે જે સાહસ કરવામાં ડરતા નથી. આ નેતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. પોમ્પિયોએ કહ્યું હતું કે, બન્ને દેશોએ એકબીજાને નવા દ્રષ્ટિકોણથી જોવો જોઈએ. વર્તમાન સમયમાં દુનિયાનો 60 ટકા સમુદ્રી વ્યાપાર ઈન્ડો-પેસિફિક થઈને પસાર થાય છે. તેવામાં અમેરિકા-ભારતને મુક્ત સમુદ્રી માર્ગની રક્ષા માટે વ્યાપક રણનીતિ ઘડવી જોઈએ.   
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer