ચીની ઉત્પાદનો પર ટ્રમ્પની ટેરિફથી અમેરિકામાં બાઇબલ મોંઘી થશે

વૉશિંગ્ટન, તા. 26 (પીટીઆઈ) : ચીનના ઉત્પાદનો પર ભારે ટેરિફ લાદીને ચીન સાથે ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલા `ટ્રેડવોર'ને કારણે તેમનો એક મહત્ત્વનો વગદાર ચર્ચ સમુદાય અસ્વસ્થ થઈ ગયો છે અને તેને એવું લાગી રહ્યું છે કે અમેરિકાના પ્રમુખે લાદેલી આયાત ડયૂટીના કારણે અમેરિકામાં બાઇબલની કિંમતમાં વધારો થઈ જશે.
માર્ચ મહિનામાં ટ્રમ્પે ચીનની આયાતી સ્ટીલ અને એલ્યુમિનિયમની આઇટમો પર ભારે ટેરિફ લાદતાં ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર શરૂ થઈ ગયો છે અને એવી ભીતિ દર્શાવવામાં આવી રહી છે કે તે કદાચ વૈશ્વિક ટ્રેડ વોરમાં પરિણમશે.
અમેરિકાના ચર્ચ સમુદાયે ટ્રમ્પ સામે બાંયો ચડાવી છે કારણ કે ચીનના ઉત્પાદનો પર આયાત ડયૂટીને કારણે અમેરિકામાં પવિત્ર બાઇબલની કિંમતમાં વધારો થશે જે ચીન ખાતેથી આયાત કરવામાં આવે છે.
`પ્રિન્ટેડ સામગ્રી સહિતના ચીની 300 અબજ ડૉલરની કિંમતના ચીની ઉત્પાદનો પર તાજેતરની સુચિત ટેરિફને કારણે અમારા ધાર્મિક સમુદાયો, ચર્ચો, શાળાઓ, મંત્રાલયો અને નફો નહીં રળતી સંસ્થાઓ પર નકારાત્મક અસર થશે. વિશ્વમાં બાઇબલના ઉત્પાદનનું 50 ટકા ઉત્પાદન ચીનમાં થતું હોય છે' એમ કૉંગ્રેસમૅન જોશ હાર્ડરે જણાવ્યું હતું.
Published on: Thu, 27 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer