ત્રાલ એન્કાઉન્ટરમાં જાકીર મૂસાનો સાથી આતંકવાદી ઠાર

અગાઉ તોયબા સાથે જોડાયેલા શબ્બીર મલિકને સેના જવાનોએ ફૂંકી માર્યો

ત્રાલ, તા. 26 : કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં સુરક્ષાદળો સાથે ઘર્ષણમાં એક આતંકવાદી બુધવારની સવારે ઠાર મરાયો હતો. ઠાર આતંકી શબ્બીર અહમદ મલિક શરૂઆતમાં લશ્કર-એ-તોયબા સાથે જોડાયો હતો.
ત્યારબાદ ત્રાલના નાગબાલમાં રહેતો મલિક જાકીર મૂસાના આતંકી સંગઠન અંસાર ગજવાત ઉલ હિંદમાં જોડાઈ ગયો હતો.
કાશ્મીર પોલીસના જણાવ્યાનુસાર એક વિશ્વનીય બાતમીના આધારે અવંતી પોરામાં ત્રાલના વનક્ષેત્ર બ્રાન પથરીમાં પોલીસ અને સુરક્ષાદળોએ સંયુક્ત રીતે તલાશી અભિયાન છેડયું હતું.
દરમ્યાન છૂપાઈ બેઠેલા આતંકીઓએ પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ પર ગોળીબાર કર્યો હતો. વળતા જવાબમાં સેનાએ ગોળીબાર કરતાં મૂસાનો સાથી આતંકી મલિક ઠાર મરાયો હતો.
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer