બ્રિટનમાં મહિલાઓનો બાળકો પેદા નહીં કરવાનો ફેંસલો

ગ્લોબલ વોર્મિગથી ભાવિ પેઢીને નુકસાન ન થાય તેવી ભાવના સાથે માતૃત્વનો ત્યાગ

લંડન, તા. 26 : ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે દુનિયાનું ધ્યાન ખેંચે, તેવા પગલાંમાં બ્રિટનમાં એક સંસ્થાની સભ્ય તમામ મહિલાઓએ બાળકો પેદા નહીં કરવાનો ફેંસલો કર્યો છે. તેમનું કહેવું છે કે આવનારી પેઢીઓને ગ્લોબલ વોર્મિંગથી કોઈ નુકસાન થાય તેવું નથી ઈચ્છતા.
આ સંગઠનની મહિલાઓ કહે છે કે, જળવાયુ પરિવર્તન એક ગંભીર સમસ્યા બનતી જઈ રહી છે. દુનિયામાં દુકાળ, પૂર અને ગ્લોબલ વોર્મિંગનો ભય સતાવી રહ્યો છે.
વર્ષ 2018માં `બર્થ સ્ટ્રાઈક' નામે સંગઠનની સ્થાપના કરનાર મહિલા બ્લાઈથેએ જણાવ્યું હતું કે, આ દુનિયા બચ્ચાઓ માટે રહેવા લાયક નથી રહી.
આ સંગઠન સાથે લગાતાર મોટી સંખ્યામાં જોડાવા માંડેલી મહિલાઓએ જણાવ્યું છે કે આવનારી પેઢીઓ માટે જીવનની ગુણવત્તા શ્રેષ્ઠ બને તેવી અમારી ભાવના છે.
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer