સપ્લાયર્સે પાલિકાની હૉસ્પિટલોમાં દવાની સપ્લાય બંધ કરી

મુંબઈ, તા. 26 (પીટીઆઇ) : મંગળવારે પાલિકાએ કેટલાંક દવા સપ્લાયર્સને બ્લૅકલિસ્ટ કર્યા તેના વિરોધમાં અન્ય સપ્લાયર્સે પાલિકાની હૉસ્પિટલોમાં દવાની સપ્લાય બંધ કરવાનો નિર્ણય લેતા ગુરુવારથી પાલિકાની હૉસ્પિટલમાં દવાની અછત ઊભી થવાની શક્યતા છે.  જોકે, પાલિકા તરફથી જણાવાયું હતું કે દવાના સપ્લાયર્સે અચાનક લીધેલા આવા કોઇ નિર્ણયની અમને જાણ નથી કરાઇ, પરંતુ પાલિકાની હૉસ્પિટલોમાં દવાનો પૂરતો જથ્થો છે. પાલિકાની હૉસ્પિટલોમાં 90 ટકાથી વધુ દવાઓ પૂરી પાડતા સપ્લાયર્સના અૉલ ઇન્ડિયા ફૂડ ઍન્ડ ડ્રગ લાઇસન્સ હૉલ્ડર એસોસિયેશનના પ્રમુખ અભય પાંડેએ કહ્યું હતું કે પાલિકાએ અગાઉ ભુલ કરનારા એક સપ્લાયરને બ્લેકલિસ્ટ કર્યો ત્યારે અમે કોઇ વાંધો નહોતો લીધો, પરંતુ આ વખતે તો પાલિકાએ નિર્દોષ સપ્લાયર્સને બ્લેકલિસ્ટ કર્યા છે, તેથી અમે સપ્લાય બંધ કરવાનું નક્કી કર્યું છે.

Published on: Thu, 27 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer