મોદીએ મોબ લિન્ચિંગ અંગે ખેદ વ્યક્ત કર્યો

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 26 : લોકસભામાં વિપક્ષ અને કોંગ્રેસ ઉપર પ્રહારો બાદ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં પણ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. રાષ્ટ્રપતિનાં અભિભાષણ ઉપર ધન્યવાદ પ્રસ્તાવ પર રાજ્યસભામાં મોબ લિન્ચિંગ, ચમકી તાવ, એક રાષ્ટ્ર એક ચૂંટણી વગેરે મુદ્દાનો ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો.  વડાપ્રધાને ગાલિબ શેર `તાઉમ્ર ગાલિબ યહ ભૂલ કરતા રહા, ધૂલ ચેહરે પર થી, આઈના સાફ કરતા રહા' મારફતે ઈવીએમ મુદ્દે બહાનાબાજીને લઈને વિપક્ષ ઉપર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે, કોંગ્રેસ જીત પચાવી શકતો નથી અને હાર સ્વીકારી શકતો નથી. આ સ્થિતિ લોકશાહી માટે સારી નથી. ઉત્તરાખંડ મોબ લિન્ચિંગ વિશે મોદીએ કહ્યું હતું કે, મોબ લિન્ચિંગની ઘટના દુ:ખદ છે પણ એક ઘટનાનાં કારણે પૂરા રાજ્ય ઉપર સવાલ કરવો યોગ્ય નથી. ચમકી તાવની ઘટનાઓને પણ મોદીએ શરમજનક ગણાવી હતી અને પરિસ્થિતિને ગંભીરતાથી લેવામાં આવી હોવાની ચોખવટ કરી હતી. 
Published on: Thu, 27 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer