કાંદિવલી, મીરા રોડ અને ગુરુ તેગબહાદુર નગર

કાંદિવલી, મીરા રોડ અને ગુરુ તેગબહાદુર નગર
સ્ટેશનોની થશે સંપૂર્ણ કાયાપલટ
 
પાંચ વર્ષમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ ઊભી કરાશે

મુંબઈ, તા. 26 : મુંબઈના કેટલાક રેલવે સ્ટેશનોની સંપૂર્ણ કાયાપલટ થવાની છે. પશ્ચિમ રેલવેના કાંદિવલી અને મીરા રોડ તેમ જ હાર્બર લાઈનમાં ગુરુ તેગબહાદુર નગર સ્ટેશનમાં વિશ્વકક્ષાની સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશન (એમઆરપીસી) એ બનાવેલી યોજના હેઠળ આ રેલવે સ્ટેશનો ખાતે ફુડ કોર્ટ, `યુટીલીટી બે' ઊભા કરવામાં આવશે, જેમાં પ્રવાસીઓને અનેક પ્રકારની વસ્તુઓ મળી શકશે.
એમઆરપીસીએ આ ત્રણે સ્ટેશનોની કાયાપલટ માટે પાંચ વર્ષની ડૅડલાઈન નક્કી કરી છે અને દરેક સ્ટેશન પાછળ 50 કરોડ રૂપિયાના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. એ બાદ પરાંના વધુ 16 સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવશે.
કાંદિવલી
આ સ્ટેશને ગ્રાઉન્ડ વત્તા બે માળની ઈમારત બાંધવામાં આવશે. ઍરપોર્ટની જેમ રિક્ષા અને ટેક્સી માટે પીક અપ અને ડ્રોપ પૉઈન્ટ ઊભા કરાશે. ફુડ કોર્ટ, બુક શૉપ અને મેડિકલ સ્ટોર્સ પણ હશે.
કેટલાક એસ્કેલેટર અને 10 મીટર પહોળાં ઓવરબ્રિજ પણ હશે.
ગુરુ તેગબહાદુર નગર
અહીં ગ્રાઉન્ડ વત્તા એક માળની ઈમારત હશે. પ્લેટફોર્મ નંબર એક પર ડેક હશે. આ ઉપરાત ઓપન ઍર ગાર્ડન રેસ્ટ્રોરાં હશે.
એમઆરપીસીના ચૅરમૅન અને મૅનેજિંગ ડીરેક્ટર આર. એસ. બુરાનાએ જણાવ્યું હતું કે આ સ્ટેશનોની ડિઝાઈનો મંજૂર કરાવવા ઉચ્ચ સત્તાવાળાઓને મોકલવામાં આવી છે અને આખરી નિર્ણય ઝોનલ રેલવે સત્તાવાળા લેશે.
મીરા રોડ
 અહીં ગ્રાઉન્ડ વત્તા એક માળની ઈમારત હશે. પ્લેટફોર્મ નંબર એક પર ડેક હશે. આ ઉપરાત ઓપન ઍર ગાર્ડન રેસ્ટ્રોરાં હશે.
Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer