ઈન્દોર નગર નિગમ અધિકારી પર હુમલા

ઈન્દોર નગર નિગમ અધિકારી પર હુમલા
અંગે ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયની ધરપકડ

ઈન્દોર, તા. 26: શહેરના ગંજીવાડા કમ્પાઉન્ડ વિસ્તારમાં અતિક્રમણવિરોધી ઝુંબેશ દરમિયાન ઈમારતના તોડકામ માટે આવેલા નગર નિગમના અધિકારીની ક્રિકેટના બેટ વડે પીટાઈ કરવાના આરોપસર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવા કૈલાસ વિજયવર્ગીયના પુત્ર અને પ્રથમ વાર ધારાસભ્ય બનેલા આકાશ વિરુદ્ધ ઇન્દોર પોલીસે આજે એફઆઈઆર નોધ્યા બાદ તેની ધરપકડ થઈ છે. ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે આકાશ સામે એફઆઈઆર નોંધી હતી.આકાશ અધિકારીની પીટાઈ કર્યા સાથે તેના મિત્રોએ પણ અધિકારી પર હુમલો કર્યા બાદ અધિકારીના કપડા ય ઉતારવા પ્રયાસ કર્યા હતા, જો કે તે વેળા પહોંચી ગયેલી પોલીસે પરિસ્થિતિ સંભાળી લીધી હતી. ઘટના બાદ પોલીસ થાણે પહોંચેલા આકાશે શેખી કરી હતી કે `યહ તો શુરુઆત હૈ, હમ ભ્રષ્ટાચાર ઔર ગુંડાગર્દી કો ખત્મ કરેંગે. હમારા લાઈન ઓફ એક્શન હૈ - આવેદન, નિવેદન ઔર ફિર દનાદન.'

Published on: Thu, 27 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer