વિધાનસભ્ય શહીદ પોલીસ અૉફિસર હેમંત કરકરેની

વિધાનસભ્ય શહીદ પોલીસ અૉફિસર હેમંત કરકરેની
વેશભૂષામાં વિધાનભવન આવ્યા
 
મુંબઈ, તા. 26 (પીટીઆઇ) : માલેગાંવ વિસ્ફોટ કેસમાં આરોપી અને ભાજપના ભોપાલના સંસદસભ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુરે ચૂંટણી પ્રચાર દરમિયાન મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી પોલીસ દળ (એટીએસ)ના શહીદ વડા હેમંત કરકરે વિરુદ્ધ કરેલા વિવાદાસ્પદ વિધાનોનો વિરોધ દર્શાવવા એનસીપીના વિધાન પરિષદના સભ્ય પ્રકાશ ગજભિયે આજે દિવંગત કરકરેનો ડ્રેસ પહેરીને વિધાનભવન પહોંચ્યા હતા. જોકે, સુરક્ષા કર્મચારીઓએ પોલીસનો ડ્રેસ પહેરીને આવેલા ગજભિયેને વિધાનભવનમાં પ્રવેશતા અટકાવ્યા હતા.
વિધાનસભાનું અધિવેશન ચાલી રહ્યું છે તેમાં ગજભિયે આજે પોલીસનો ગણવેશ પહેરીને વિધાનભવન પરિષદમાં દાખલ થયા હતા ત્યારે તેમના હાથમાં એક બૉર્ડ હતું જેમાં લખાયું હતું કે `પ્રજ્ઞાના શાપના કારણે મારું (કરકરે)નું મૃત્યુ થયું એ અંધશ્રદ્ધા છે, હું તો દેશ માટે શહીદ થયો છું.'
માલેગાંવ બૉમ્બ વિસ્ફોટ કેસમાં આરોપી પ્રજ્ઞા સિંહ ઠાકુરને લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી અપાયા બાદ તેણે વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું હતું કે કસ્ટડી દરમિયાન કરકરેએ મને ત્રાસ આપ્યો હતો, તેથી મેં તેમને શાપ આપ્યો હતો તેના કારણે કરકરેનું મૃત્યુ થયું હતું.
વર્ષ 2008માં મુંબઈ પરના પાકિસ્તાન પ્રેરિત 26/11ના હુમલામાં આતંકવાદીઓ સાથે લડતા-લડતા કરકરે શહીદ થયા હતા.
Published on: Thu, 27 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer