રિલાયન્સ ઈન્ફ્રાને વર્સોવા-બાંદરા સી લિંકનું કામ મળ્યું

નવી દિલ્હી, તા. 27 : ભારે દેવાને કારણે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલાં અનિલ અંબાણી માટે બુધવારે લાંબા સમય પછી સારા સમાચાર મળ્યા. તેમની રિલાયન્સ એડીએ ગ્રુપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરને મુંબઈમાં 7000 કરોડ રૂપિયાનો વર્સોવા-બાંદરા સી લિન્ક પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.
કંપની આ પ્રોજેક્ટ 17.17 કિ.મી. લંબાઈનો છે જે 5.6 કિ.મી. લાંબા બાંદરા- વરલી સી લિંક કરતા ત્રણ ગણો મોટો છે. વર્સોવા-બાંદરા સી લિંક બન્યા પછી મુંબઈવાસીઓ માટે 90 મિનિટનું અંતર 10 મિનિટનું રહી જશે. રિલાયન્સ ઈન્ફ્રાએ બીએસઈમાં આપેલી એક ફાઈલિંગમાં આ માહિતી આપી હતી. કંપની કોન્ટ્રાક્ટ મળવાની તારીખ 24 જૂન, 2019થી 60 મહિનાની અંદર આ પ્રોજેક્ટ પૂરો કરશે.
Published on: Thu, 27 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer