સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દીધી

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 26 : ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દીધી છે અને સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. રાજકોટના ગોંડલ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પ્રાપ્ત એક અહેવાલ મુજબ દોઢ કલાકમાં 7 થી 8 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેના કારણે ચોતરફ પાણી-પાણી થઇ ગયું હતું. અને ખેતરોમાં પાણી ભરાઇ જતા મોટું નુકસાન થયું હોવાનું સમજાય છે. ગોંડલના દેરડી, મોટી ખિલોડા, વિંઝિયા ગામોમાં સાંબેલાધારે વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ દાહોદમાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. એટલું જ નહીં ગટરમાંથી પાણી ઊભરાતા લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા. દાહોદ ઉપરાંત વાપી, વલસાડમાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. કચ્છના ભચાઉમાં પણ 16 મિ.મી. જેટલો વરસાદ પડયો હતો. 
Published on: Thu, 27 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer