રાહુલ ગાંધી આજે રાજ્યના કૉંગ્રેસી નેતાઓને મળશે

મુંબઈ, તા. 27 : લોકસભા ચૂંટણીમાં થયેલા ધબડકા બાદ કૉંગ્રેસે રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી 27મી જૂને દિલ્હીમાં રાજ્યના નેતાઓ સાથે વિધાનસભા ચૂંટણીની પક્ષની તૈયારી અંગે ચર્ચા કરશે. રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા બનેલા વિજય વાડેટ્ટીવારે જણાવ્યું હતું કે એઆઈસીસીના મહામંત્રી મલ્લિકાર્જુન ખરગેએ એવી માહિતી આપી હતી કે 27મી જૂને રાજ્યના નેતાઓની રાહુલ ગાંધી સાથે બેઠક યોજવામાં આવશે.
પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધી આગામી ચૂંટણી માટેની તૈયારી અંગે ચર્ચા કરશે. ચર્ચામાં ભૂતપૂર્વ વિપક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલના તાજેતરના પક્ષાંતરનો મુદ્દો ઉકેલવા તેમ જ ચૂંટણી પૂર્વે આવી કોઈ પણ ઘટના નિવારવા માટે પણ ચર્ચા થશે.
વાડેટ્ટીવાર ઉપરાંત રાજ્ય કૉંગ્રેસના પ્રમુખ અશોક ચવ્હાણ અને કૉંગ્રેસ વિધાનમંડળના નેતા બાળાસાહેબ થોરાત પણ આ બેઠકમાં હાજર રહેશે.
Published on: Thu, 27 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer