ચર્ની રોડનો પુલ બંધ થતાં રાહદારી, રેલ પ્રવાસીઓની કફોડી હાલત

મુંબઈ, તા. 27 : શહેરમાં અનેક રાહદારી પુલો બંધ થવાથી પહેલાં જ મુશ્કેલીનો સામનો કરી રહેલા રાહદારીઓ, ટ્રેનના પ્રવાસીઓ અને મોટરિસ્ટોને હવે ચર્ની રોડનો સૈફી હૉસ્પિટલ પાસેનો પુલ પણ બંધ કરાવાથી વધુ તકલીફ સહેવી પડશે.
આને લીધે મોટી સંખ્યામાં લોકો ચર્ની રોડ સ્ટેશને જવા રોડ ક્રોસ કરતાં હોવાથી ભારે ટ્રાફિક જામ સર્જાય છે તેમ જ મોટરિસ્ટો સામે રાહદારીઓ રોષ ઠાલવે છે. હિન્દુજા કૉલેજ અને સૈફી હૉસ્પિટલ જનારાઓને પણ તેની અસર પડે છે. એક પ્રવાસી મધુકર કરંજકરે જણાવ્યું હતું કે પુલ બંધ થવાને કારણે પોતે સમયસર સ્ટેશને પહોંચી શકતો નથી. અન્ય પ્રવાસી પ્રદીપ અંચને કહ્યું હતું કે પુલ બંધ થવાથી મારે ફરજિયાત અને બિનજરૂરી પણે રોડ ક્રોસ કરવો પડે છે.
Published on: Thu, 27 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer