ગાજ્યા મેઘ વરસતા નથી!

મુંબઈ, તા. 27 : મુંબઈમાં આજકાલમાં વરસાદ પડશે એવી આગાહીથી હવે મુંબઈગરા કંટાળી ગયા છે. સાંજે વાદળાઓ ઘેરાય છે રાત્રે વાદળાઓ ગડગડે છે, પણ વરસાદ આવતો નહીં હોવાથી મુંબઈગરા ત્રાસી ગયા છે.
આજે સવારે દક્ષિણ મુંબઈના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો હતો, પણ આખ્ખું મુંબઈ કોરું રહી ગયું છે. આમ છતાં મુંબઈગરા કામધંધે જતી વેળા છત્રી-રેઈનકોટ લેવાનું વિસરતા નથી.
દરમિયાન, 1 જૂનથી અપર વૈતરણામાં 66 મિ.મી., મોડક સાગરમાં 86 મિ.મી., તાનસામાં 66 મિ.મી., વિહારમાં 166 મિ.મી., તુલસીમાં 282 મિ.મી., ભાતસામાં 58 મિ.મી. અને મધ્ય વૈતરણામાં 72 મિ.મી. વરસાદ નોંધાયો છે. મોટા ભાગના તળાવો વનક્ષેત્રમાં હોઈ વનની જમીનમાંથી વરસાદનું પાણી તળાવોમાં જાય છે આ માટે 15 દિવસ લાગે છે. 

Published on: Thu, 27 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer