ટીમ ઈન્ડિયાની જર્સીને લઈ શરૂ થયો વિવાદ

ટીમ ઈન્ડિયાની જર્સીને લઈ શરૂ થયો વિવાદ
મુંબઈ, તા. 27 : વિશ્વ કપ ક્રિકેટ સ્પર્ધામાં ભારતીય ટીમ દ્વારા ભગવા જર્સી પહેરતા વિવાદ સર્જાયો છે. મહારાષ્ટ્રના સમાજવાદી પક્ષના વિધાનસભ્ય અબુ આસિમ આઝમીએ કહ્યું કે અમે ભારતીય ટીમની જર્સી ભગવા રંગની હોવા પાછળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ છે. તે કૉંગ્રેસના વિધાનસભ્ય તથા પૂર્વમંત્રી વસીમ ખાને આ ભગવાકરણ માટે કેન્દ્રની ભાજપ સરકાર રહી હોવાનો આક્ષેપ કર્યો છે. તો શિવસેના - ભાજપના વિધાનસભ્યોએ સામો એવો પ્રશ્ન કર્યો કે ભગવા રંગ સાથે તેઓને તકલીફ શું છે.
ઇંગ્લૅન્ડમાં વિશ્વકપ સ્પર્ધા ચાલી રહી છે. 30મી જૂને બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે મેચ થવાની છે. આ મેચમાં ભારતીય ટીમ ભગવા રંગની જર્સી પહેરીને જ ઊતરશે એવા અહેવાલ છે. 

Published on: Thu, 27 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer