G-20 : છઠ્ઠી વખત સમિટમાં ભાગ લેવા પહોંચ્યા મોદી

G-20 : છઠ્ઠી વખત સમિટમાં ભાગ લેવા પહોંચ્યા મોદી
ઓસાકા, તા. 27 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા જાપાન પહોંચી ગયા છે. અહીં તેઓ મહત્ત્વની બહુપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. શરૂઆતમાં મોદીએ જાપાનના વડા પ્રધાન શિંજો આબે સાથે મુલાકાત કરી છે. આ ઉપરાંત મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત દુનિયાના મુખ્ય નેતાઓ સાથે મુલાકાત કરશે. વડા પ્રધાન મોદી છઠ્ઠી વખત જી-20ની સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ વખતે 28-29 જૂને જાપાનના ઓસાકામાં આ સમિટ થઈ રહી છે. 
વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)એ ટ્વીટ કર્યું છે કે, સવાર-સવારમાં ઓસાકા પહોંચી ગયો છું. આગામી બે દિવસોમાં ટોચના નેતાઓ સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠક કરવામાં આવશે. આ દરમિયાન વૈશ્વિક મહત્ત્વના ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. નેતાઓની સામે વૈશ્વિક સમસ્યાઓ વિશે ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવશે.
Published on: Thu, 27 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer