બાંગ્લાદેશ ટ્રાઈ શ્રેણીમાં નહીં રમવાનું ઝિમ્બાબ્વેનું એલાન

લંડન, તા. 21 : લંડનમાં યોજાયેલા આઈસીસીના વાર્ષિક સંમેલનમાં સરકારી હસ્તક્ષેપના કારણે ઝિમ્બાબ્વેને પ્રતિબંધીત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આઈસીસી દ્વારા પ્રતિબંધ લાગ્યા બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટ દ્વારા ઘોષણા કરવામાં આવી છે કે તેની રાષ્ટ્રીય ટીમ સપ્ટેમ્બરમાં બંગલાદેશ અને અફઘાનિસ્તાન સામે થનારી ત્રિકોણિય શ્રેણીમાં ભાગ લેશે નહી. 
 ઝિમ્બાબ્વે ક્રિકેટે એલાન કર્યું હતું કે, આઈસીસીના પ્રતિબંધના કારણે હવે તે સ્થાનિક ક્રિકેટનું આયોજન કરી શકશે નહી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ટીમ મોકલી શકશે નહી. પ્રતિબંધના કારણે ઝિમ્બાબ્વે ક્રિકેટને આઈસીસી તરફથી મળતું ભંડોળ પણ બંધ થયું છે.
Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer