40 વર્ષની ઉમરે પેકિયાઓએ જીત્યો ડબ્લ્યુબીએ ખિતાબ

40 વર્ષની ઉમરે પેકિયાઓએ જીત્યો ડબ્લ્યુબીએ ખિતાબ
કિથ થરમનને પછાડી જીત્યા 137 કરોડ રૂપિયા

લાસ વેગાસ, તા. 21 : ફિલિપિન્સના દિગ્ગજ બોક્સ મેની પેકિયાઓઁ શનિવારે કિથ થરમનને હરાવીને બોક્સિંગ ઈતિહાસમાં સૌથી વધુ વયનો બોક્સર બન્યો હતો.  આ જીત સાથે પેકિયાઓએ અંદાજીત 2 કરોડ ડોલર એટલે કે 137 કરોડ રૂપિયાની જીતની રકમ પણ મેળવી હતી. પેકિયાઓએ 14356 દર્શકોની ક્ષમતા ધરાવતા એમજીએફ ગ્રાન્ડ ગાર્ડન અરિનામાં રોમાંચક મુકાબલામાં થરમનને પછાડયો હતો. 
40 વર્ષના પેકિયાઓએ જીત બાદ કહ્યું હતું કે, આ મુકાબલો મજેદાર રહ્યો હતો. વિપક્ષી બોક્સર એક સારો ફાઈટર છે અને મુકાબલામાં મજબૂતિથી સામનો કર્યો હતો. હવે પેકિયાઓનો રેકોર્ડ 62-7-2 થયો છે. જેમાં 39 નોકઆઉટ જીત પણ સામેલ છે. 30 વર્ષિય તરમન આ મુકાબલા પહેલા અજેય હતો. પેકિયાઓએ પહેલા જ દોરમાં થરમનને રિંગમાં પછાડી દીધો હતો અને પછી 12 રાઉન્ડ સુધી મોટા ભાગે થરમન ઉપર હાવી રહ્યો હતો. થરમને અંતિમ તબક્કામાં વાપસી કરી હતી પણ જજએ પેકિયાઓના પક્ષમાં ફેંસલો આપ્યો હતો. 
Published on: Mon, 22 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer