ઈન્ડોનેશિયા અૉપનની ફાઈનલમાં સિંધુની હાર

ઈન્ડોનેશિયા અૉપનની ફાઈનલમાં સિંધુની હાર
જાપાનની અકાને યામાગુચી બની વિજેતા

નવી દિલ્હી, તા. 21 : ભારતની શિર્ષ મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને ઈન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો છે. રિયો ઓલિમ્પિકની રજત પદક વિજેતા સિંધુને રવિવારે રમાયેલા મહિલા એકલ વર્ગના ફાઈનલમાં જાપાનની અકાને યામાગુચીએ 21-15, 21-16થી હરાવી હતી. બન્ને ખેલાડીઓ વચ્ચે મુકાબલો 51 મિનિટ સુધી ચાલ્યો હતો જેમાં સિંધુને ઉપવિજેતા બનીને સંતોષ કરવો પડયો હતો. 
પહેલી ગેમમાં ભારતીય ખેલાડીએ શાનદાર શરૂઆત કરી હતી અને એક સમયે .સ્કોર 8-8થી બરાબર રહ્યો હતો. ત્યારબાદ સિંધુએ 11-8થી સરસાઈ બનાવી હતી. જો કે યામાગુચીએ દમદાર વાપસી કરીને સિંધુને કોઈ તક ન આપતા 21-15થી ગેમ જીતી લીધી હતી. બીજી ગેમમાં પણ સિંધુએ યામાગુચીને ટક્કર આપી હતી જો કે જીત મેળવી શકી નહોતી. અગાઉ સેમિફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરતા પીવી સિંધુએ ચીનની ચેન યૂ ફેઈને 21-19, 21-10થી હરાવી હતી. 

Published on: Mon, 22 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer