ઈરાનના કબજામાં બ્રિટિશ તેલ ટેન્કર

18 ભારતીય પણ ફસાયા
 
બ્રિટનના વિદેશ સચિવની છોડવા અપીલ : ભારત પણ નાગરિકોને છોડાવવા સંપર્કમાં 

નવી દિલ્હી, તા. 21 : ઈરાનના કબ્જામાં બ્રિટનનું ઓઈલ ટેન્કર છોડાવવાના પ્રયાસો જારી છે. આ ટેન્કરમાં જહાજના કેપ્ટનની સાથે 12 ભારતીય પણ 
ફસાયા છે.
ખાડીમાં તીવ્ર તાણની સ્થિતિ વચ્ચે બ્રિટનના વિદેશ સચિવ જેરેમી હંટે ઈરાનને ખાડીમાં ગેરકાયદે જપ્ત કરાયેલા બ્રિટિશ ઝંડાવાળા ટેન્કરને મુક્ત કરવા આગ્રહ કર્યો છે.
દરમ્યાન ઈરાનના એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, તેહરાન દ્વારા ખાડીમાંથી કબ્જે લેવાયેલા ટેન્કરના તમામ 23 સભ્ય સુરક્ષિત છે.
બીજી તરફ ભારત પણ તેના 18 નાગરિક નાવિકોને છોડાવવા માટે સતત ઈરાનના સંપર્કમાં છે. ઉપરાંત રશિયા, લાતવિયા અને ફિલિપાઈન્સના નાગરિકો આ તેલ ટેન્કરમાં છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું હતું કે, અમારું મિશન ભારતીય નાગરિકોની સત્વરે મુક્તિ અને દેશમાં પાછા લાવવાનું છે. 
Published on: Mon, 22 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer