શહીદ દિવસે મમતાના પ્રહાર ભાજપને કહ્યો `ડાકુઓનો પક્ષ'' !

કોલકાતામાં શક્તિ પ્રદર્શન કરતાં નોટબંધી, ઈવીએમ મામલે દીદીના હુમલા

કોલકાતા, તા. 21 : લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ લોકોનાં દિલ જીતવાની કવાયત કરતાં તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શહીદ દિવસના અવસરે રવિવારે કોલકાતામાં શક્તિ પ્રદર્શન કર્યું હતું.
બંગાળી વાઘણે પોતાના ભાષણમાં ઈવીએમ, નોટબંધી, બાંગલાના બહાને ભાજપ પર પ્રહાર કર્યા હતા. બેહદ આક્રમકતા સાથે દીદીએ ભાજપને `ડાકુઓનો પક્ષ' ગણાવ્યો હતો.
મમતાએ કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણી ઈતિહાસ નહીં પરંતુ રહસ્ય છે. ઈવીએમ અને સીઆરપીએફનો ઉપયોગ કરીને ભાજપે ચૂંટણી જીતી છે.
કેટલીક બેઠકો જીતીને ભાજપ અમારા પક્ષનાં કાર્યાલયો પર કબ્જો કરીને અમારા કાર્યકરોને મારપીટ કરે છે, તેવો આરોપ તેમણે કર્યો હતો.
Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer