ઉત્તર પ્રદેશમાં એક ગરીબને સવા અબજનું લાઈટબિલ!

હાપુડ, તા. 21 :  ઉત્તરપ્રદેશના હાપુડ જિલ્લામાં વીજળી વિભાગ તરફથી મળેલાં વીજબિલના આંકડા જોતાં જ એક વડીલની આંખે અંધારા આવી ગયા હતા.
હાપુડના 70 વર્ષીય શમીમભાઈને એક અબજ, 28 કરોડ 45 લાખ રૂપિયાનું વીજળી બિલ મળતાં તેમના તો હોશ ઊડી ગયા હતા. હકીકતમાં તેમનો લોડ માત્ર બે કિલો વોટનો છે.
શમીમે જણાવ્યું હતું કે, બિલના આંકડાંમાં ભૂલ સુધારવા વીજતંત્રની કચેરીના ધક્કા ખાઈને થાકી ગયો છું, અમારું માસિક બિલ 700થી 800 રૂપિયા આવે છે.
વીજતંત્રના અધિકારીઓના જણાવ્યાનુસાર વીજબિલ ભરવું પડશે. ત્યાં સુધી શમીમ અને તેના પરિવારને અંધારામાં રહેવું પડશે.
Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer