ફતેહાબાદના સામૂહિક આરોગ્ય મથકનો વિચિત્ર ફતવો

મહિલા સ્ટાફ મેકઅપ વિના સલવારકમીઝ /સાડીમાં જ આવે : પુરુષ સ્ટાફે ટી-શર્ટ ને જીન્સ પહેરીને ન આવવું

આગ્રા, તા. 21: યુપીના આગ્રાના ફતેહાબાદ સામૂહિક આરોગ્ય મથક (સીએચસી)ના પ્રભારી  ડો. મનીષ ગુપ્તાએઁ વિચિત્ર ફતવો જારી કર્યો છે, જેમાં ફરમાવાયું છે કે મથકે આવતા મહિલા સ્ટાડે મેક અપ કરીને ન આવવું અને માત્ર સલવાર કમીઝ કે સાડી પહેરીને જ આવવું. એ જ રીતે પુરુષ કર્મચારીઓને પણ ટી-શર્ટ તથા જીન્સ પહેરીને કામ પર ન આવવા ફરમાવાયું છે.
સીએચસી પ્રભારીએ બુધવારે મથકના સ્ટાફ સાથે યોજેલી બેઠકમાં મથકના પુરુષ અને મહિલા સ્ટાફ માટેના ડ્રેસ કોડ લાગુ કરવાનું જાહેર કરાયુ હતું.પુરુષોએ ફોર્મલ પેન્ટ શર્ટ અને કાળા જૂતા પહેરીને જ મથકે આવવા તેમાં ફરમાવાયું હતું. આ ડ્રેસ કોડનું પાલન ન કરનાર સામે શિસ્તભંગના પગલા લેવામાં આવશે એમ જણાવાયું હતું.
જ્યારે આ મામલાની મીડિયાને જાણ થઈ ત્યારે મથકમાં તૈનાત સ્ટાફને ગાયબ કરી દેવાયો હતો કારણ કે આ ફરમાનથી ડરી ગયેલા કર્મચારીગણ મીડિયા સામે કશું ય બોલવા તૈયાર ન હતો. જો કે ચીફ મેડિકલ ઓફિસર ડો. મુકેશ વાટ્સે આ બારામાં વધુ કશું બોલવાનો ઈનકાર કરતા માત્ર એટલું જણાવ્યુ હતું કે ડ્રેસ કોર્ડ અંગે કોઈ લેખિત આદેશ નથી, કર્મચારી માટે એપ્રન પહેરવો જરૂરી હોય તે ખરું.
Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer