સ્ટેજ પર ભારતીય મૂળના કૉમેડિયનનું મોત

સ્ટેજ પર ભારતીય મૂળના કૉમેડિયનનું મોત
લોકોને થયું કે આ કાર્યક્રમનો ભાગ !

દુબઈ, તા. 21 : અહીંની હોટલ અલ બરસામાં ભારતીય મૂળના 36 વર્ષનો હાસ્ય કલાકાર મંજૂનાથ પરફોર્મ કરતો હતો એ દરમ્યાન જ તેને હૃદયરોગનો હુમલો આવતાં તે બેસી ગયો હતો અને પછી જમીન પર પડી ગયો હતો. એ સમયે જ તેનું મોત થઈ ગયું, પણ લોકો આ ઘટનાક્રમને કોમેડી શોનો ભાગ સમજીને ઘણો સમય સુધી હસતા રહ્યા હતા.
મંજૂનાથે પોતાના છેલ્લા પરફોર્મન્સમાં પરિવારની અને છાતીમાં પીડાની વાત પણ કરી હતી અને અચાનક તે બેસી ગયો હતો. દર્શકોને એમ થયું કે આ બધું કોમેડી શોનો ભાગ છે, પણ ઘણીવાર સુધી મંજૂનાથે કોઈ હિલચાલ કરી નહીં ત્યારે ખબર પડી કે તેનું મોત થઈ ગયું છે.
ભારતીય મૂળનો મંજૂનાથ દુબઈ અને અબુધાબીનો જાણીતો સ્ટેન્ડઅપ કોમેડિયન હતો.

Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer