અમેરિકામાં ઇમરાનનું અપમાન

અમેરિકામાં ઇમરાનનું અપમાન
ઍરપોર્ટ પર સ્વાગત માટે કોઇ ન આવ્યા : મેટ્રોમાં બેસીને હોટેલ ગયા, ટ્વિટર પર મજાક

વોશિંગ્ટન, તા. 21 : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન ત્રણ દિવસની સત્તાવાર યાત્રાએ અમેરિકા પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર તેમનું `આંતરરાષ્ટ્રીય અપમાન' કરાયું હતું. 
એરપોર્ટ પર સ્વાગત માટે નેતા તો દૂરની વાત છે, પરંતુ અમેરિકી પ્રશાસનના કોઇ મોટા અધિકારી પણ ન્હોતા પહોંચ્યા.
પરિણામે, ઇમરાનને મેટ્રોમાં બેસીને હોટેલમાં જવું પડયું હતું. ખુદ પાકના વિદેશમંત્રી શાહમહમૂદ કુરેશી અમેરિકામાં રહેતા પાકિસ્તાનના કેટલાક લોકો સાથે એરપોર્ટ પહોંચ્યા હતા.
દેશના મુખિયા હોવા છતાં 66 વર્ષીય ઇમરાનખાન કોઇ ચાર્ટર્ડ પ્લેનથી નહીં, પરંતુ કતાર એવરવેઝની ફલાઇટથી અમેરિકા પહોંચ્યા હતા. જેનું મુખ્ય કારણ પાકનું આર્થિક સંકટ બતાવાયું છે.
આવતીકાલે સોમવારે વ્હાઇટ હાઉસમાં મુલાકાત દરમ્યાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા ઇમરાન પર દબાણ લાવશે.
એરપોર્ટ પર ઇમરાનનું સ્વાગત નહીં થતાં ટ્વિટર પર વિરોધીઓએ પાક વડાપ્રધાનની ભારે મજાક ઉડાવી હતી.
કેટલાકે ખાન સાથે ખરાબ વર્તન ગણ્યું, તો અનેક લોકોએ કહ્યું હતું કે વિશ્વકપમાં હારનો આ બદલો છે.
Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer