ભાજપ પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી

ભાજપ પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી
પરંતુ અનલિમિટેડ પાર્ટી છે દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ, તા. 21 : ભાજપ પ્રાઇવેટ લિમિટેડ કંપની નહીં, પરંતુ અનલિમિટેડ પાર્ટી છે. જે ભાજપમાં આવ્યું એ ભાજપનું થયું નહીં તો રાજકારણમાંથી કાયમના હદપાર થયા એવાં વિધાનો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યાં હતાં.
ભાજપની રાજ્ય કારોબારીને સંબોધતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ભારતીય જનતા પક્ષમાં આવવા તૈયાર નેતાઓને પક્ષમાં લેવા જ પડે છે. જોકે, અમે તપાસ કરીને તેમને લઇશું. 15 ટકા લોકો ઇતર પક્ષમાંથી લઇએ છીએ. આથી પક્ષના નેતાઓ-કાર્યકર્તાઓએ ડિસ્ટર્બ થવાની જરૂર નથી. ફડણવીસે કહ્યું હતું કે ટિકિટ મેળવવા કાંઈ સિનિયર નેતાને નિવેદન આપવાની જરૂર નથી. જે યોગ્ય હશે તેને ટિકિટ અપાશે. આ માટે અમે સર્વે પણ કરીએ છીએ. યોગ્યતાના આધારે ટિકિટ અપાય છે. જે ઉમેદવાર મુંબઈમાં લોબિંગ કરવા આવશે. એનો એક માર્ક કાપી લેવાશે. પક્ષમાં કોઈ વ્યક્તિ કોઈ નેતાની નિકટ હોય એટલે ટિકિટ અપાતી નથી. પક્ષમાં બધું ઠીક છે. મનભેદ કરતા નહીં. આપણે હારી ગયેલા સામે લડી રહ્યા છીએ, પરંતુ વિરોધીને કમજોર ન ગણો. આપણે તેમને 10-15 વર્ષ સુધી વિરોધ પક્ષની તાલીમ આપવાની જરૂર છે.
દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર એ મહાયુતિની સરકાર છે. હું ફક્ત ભાજપનો નહીં, પરંતુ શિવસેના, રિપબ્લિકન પાર્ટી અને રાષ્ટ્રીય સમાજ પક્ષનો પણ મુખ્ય પ્રધાન છું. મહાયુતિની સરકાર ફરી સત્તામાં આવશે. વિધાનસભા એ લોકસભા કરતાં અલગ પ્રકારની ચૂંટણી છે. માટે રણનીતિ અને શત્રો બદલવા પડશે. મહારાષ્ટ્ર જનતા એ મારી ખરી દૈવીશક્તિ છે. આ જનતા સતત સરકારની પડખે ઊભી છે. આઘાડી સરકારે લોકોની અપેક્ષા ન સાકાર કરતાં તે ફેંકાઈ ગઈ છે. જ્યારે મહાયુતિની સરકાર પ્રતિસાદ દેનારી સરકાર છે એમ લોકો માને છે.
Published on: Mon, 22 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer