ખામી દૂર, આજે છોડાશે ચંદ્રયાન-2

ખામી દૂર, આજે છોડાશે ચંદ્રયાન-2
ઈસરો દ્વારા `બાહુબલી' રૉકેટનું રિહર્સલ પૂરું : 603 કરોડના યાનને બપોરે કરાશે લોન્ચ

શ્રીહરિકોટા, તા. 21 : ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઈસરો)એ ચંદ્રયાન-2ને લઈ જનારા ભારે ભરખમ રોકેટ જીએસએલવી માર્ક-3નું રિહર્સલ પૂરું કરી લીધું છે અને હવે `બાહુબલી'ના નામે ચર્ચિત રોકેટની ખામી દૂર થઈ ગઈ છે.
આમ, હવે ખામીનું વિઘ્ન દૂર થઈ જતાં બાહુબલી રોકેટથી ચંદ્રયાન-2 આવતીકાલે સોમવારથી બપોરે 2 અને 43 મિનિટે છોડાશે. રોકેટમાં 3.8 ટનનું ચંદ્રયાન-2 અવકાશયાન છે. ઉડાનની 16 મિનિટ બાદ 375 કરોડ રૂપિયાનું `બાહુબલી' રોકેટે 603 કરોડ રૂપિયાના ચંદ્રયાન-2ને પૃથ્વી પાર્કિંગમાં  170 ગણા 40,400 કિ.મી.ની કક્ષામાં રાખશે.
ધરતી અને ચંદ્ર વચ્ચેનું અંતર લગભગ 3 લાખ 84 હજાર કિ.મી. છે. ત્યાંથી ચંદ્ર માટે લાંબી સફર શરૂ થશે.
ચંદ્રયાન-2માં લેંડર વિક્રમ અને રોવર-પ્રજ્ઞાન ચંદ્ર સુધી જશે, જીએસએલવી માર્ક-3ને જીયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (જીઓટી)માં ચાર ટન શ્રેણીના ઉપગ્રહો લઈ જવા ડિઝાઈન કરાયું છે. ઈસરોના જણાવ્યાનુસાર નાના ઉપગ્રહો છોડવા માટે જીએસએલવી માર્ક-3 રોકેટનો એપ્રિલ-2001થી અત્યાર સુધીમાં 13વાર ઉપયોગ થઈ ચૂક્યો છે.
Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer