હવે પાલિકાનું `વૉટર ATM''

મુંબઈ, તા. 22 : મુંબઈગરાંઓને સ્વચ્છ પાણી મળે તે માટે રેલવે સ્ટેશનો પર મૂકવામાં આવેલા `વૉટર એટીએમ'ની પાર્શ્વભૂમિ પર પાલિકાએ 100 કરતા વધુ સાર્વજનિક સ્થળોએ વૉટર એટીએમ દ્વારા ચોખ્ખું પાણી ઉપલબ્ધ કરવાની યોજના બનાવી છે, જેને બહુ જલદી પ્રત્યક્ષમાં મૂકવામાં આવશે. કાગળના ગ્લાસમાં આપવામાં આવતા પાણી માટે એક કે બે રૂપિયા ચૂકવવા પડશે. 
મુંબઈમાં મોટાભાગના રેલવે સ્ટેશનો પર વૉટર એટીએમ દ્વારા શુદ્ધ પાણી મળી રહે છે, પરંતુ અન્ય સાર્વજનિક સ્થળોએ લોકોને સ્વચ્છ પાણીની સુવિધા મળતી નથી. એટલે પાલિકા દ્વારા 100 કરતા વધુ સ્થળોએ એટીએમ મશીન દ્વારા શુદ્ધ પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. તે માટે પ્રત્યેક વિભાગમાં પાચ જગ્યા શોધવાનો આદેશ પાલિકા કમિશનર પ્રવિણ પરદેશીએ સંબંધિત અધિકારીઓને આપ્યો છે.Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer