મલબાર હિલનો 1387 સ્કે.મી.નો પ્લૉટ રૂા. 14.8 કરોડમાં વેચાયો !

મુંબઈ, તા. 22 : રાજ્ય સરકારે લીઝ પરની જમીનનો `ફ્રી-હોલ્ડ'માં રૂપાંતરિત કરવાને આપેલી મંજૂરીના પગલે મુંબઈ સિટી કલેક્ટોરેટે મલબાર હિલ પર તેનો 1387 સ્કે.મી.નો પ્લોટનો ઓનરશિપ હક હૈદરા ટ્રેડિંગ પ્રા.લિ.ને રૂા. 14.79 કરોડમાં આપી દીધો છે.
આમ જે રકમ વસૂલવામાં આવી છે તે જમીનની રેડીરેકનર પ્રમાણેની કિંમતના એક ચતુર્થાંશ ગણાય. પ્લોટની રેડીરેકનરની કિંમત હંમેશ તેની માર્કેટ વેલ્યૂ કરતા ઘણી ઓછી રહેતી હોય છે.
18 એપ્રિલ, 2019ના અપાયેલા અૉર્ડરમાં સીટી કલેક્ટર શિવાજી જોન્ધાલે ઓનરશીપનો હક એચટીપીએલને આપી દીધો, જેમાં નોંધ્યું હતું કે 2018ના રેડીરેકનરના દર (સ્કે.મી.ના રૂા. 320600) પ્રમાણે પ્લોટની કુલ કિંમત રૂા. 59,18,27,600 થાય અને તેની એક ચતુર્થાંશ કિંમત રૂા. 14,79,56,900 થાય છે.
એફએસએઈ પ્રમાણે જોઈએ તો પ્લોટ પર ઊંચા વર્ગનો ડેવલપર કેવી રીતે પ્રોજેક્ટ ઊભો કરી શકે તે તો કુલ બિલ્ટઅપ એરિયા અને પ્લોટના કદના રેશિયો પ્રમાણે હોય.Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer