રિયલ્ટી એસ્ટેટ ક્ષેત્રના પુનરુત્થાન માટે બેઠકો યોજાશે

મુંબઈ, તા. 22 : શહેરના બીલ્ડર મુકેશ સાવલાની આત્મહત્યાના પ્રકરણે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અગાઉ આ સપ્તાહે રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ટોચના ડેવલોપર્સના ગ્રુપ વચ્ચે ખાર ખાતે મિટિંગ યોજાઈ હતી, જેમાં આ ક્ષેત્રનો ગૂંચવાડો ચાલી રહ્યો છે તેમાંથી કેવી રીતે બહાર આવવું ના મુદ્દાની ચર્ચા થઈ હતી.
બાંદરાના રિયલટર પ્રેમ બાત્રાએ મિટિંગમાં કહ્યું કે આવી રીતે નાણાકીય ખોટમાં આપઘાત કરનારમાં સાવલાનો પ્રથમ એવો કિસ્સો નથી. આ વર્ષમાં અગાઉ પણ બીજા એક બીલ્ડર સંજય અગરવાલે પોતાની ચેમ્બર ખાતેની અૉફિસમાં જ પોતાને ગોળી મારી હતી. તેઓ એક સારા માણસ તેમ જ કાયદાને માનનારમાંના એક હતા. ત્યાર પછી સાવલાનો કિસ્સો બનતા અમે આ ક્ષેત્રના આવા મહત્ત્વની સમસ્યાઓ - પ્રશ્નોની ચર્ચા કરવા મિટિંગ યોજવાનું નક્કી કર્યું હતું.
એકંદરે નાણાકીય તણાવ આ બધા આપઘાતના કિસ્સામાં મુખ્ય કારણ રહ્યું. આથી મિટિંગમાં બજારે ફરી તેના પગ પર દૃઢ થાય તે જોવાના વિવિધ ઉપાયો વિચારાયાં હતા. રિયલ એસ્ટેટ ક્ષેત્રના બીજા એક નિષ્ણાત અજય ચતુર્વેદીના જણાવ્યા મુજબ આ ક્ષેત્ર માટેની પૉલિસી નાકામિયાબ રહી છે. આ ઉદ્યોગમાં રિડેવલપમૅન્ટના મોટા ભાગના પ્રોજેક્ટ અટકી ગયેલા જેવાં છે. બ્રોકરોએ ટૅકસો સામે ટીડીએસ પણ ચૂકવવાનો રહે છે તેથી વિમાસણમાં રહ્યા છે. પૉલિસી બિનઅસરકારક બની રહી છે તેની પ્રોજેક્ટો પર અસર થતી જણાય છે. આ ટીમે ફરી એક વાર મિટિંગ યોજનાનું નક્કી કર્યું છે જેમાં ઉદ્યોગના પુન: સુધારણાનો મુદ્દો હશે જેથી કોઈને ઉગ્ર પગલું લેવાની જરૂર રહે નહીં.

Published on: Mon, 22 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer