કિસ્સો ચેક બાઉન્સિંગનો : કોયના મિત્રાને છ માસની જેલ

કિસ્સો ચેક બાઉન્સિંગનો : કોયના મિત્રાને છ માસની જેલ
મુંબઈ, તા. 22 : મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ચેક બાઉન્સિંગના કેસમાં અભિનેત્રી કોયના મિત્રાને ગુનેગાર ઠરાવી છ મહિના સાદી જેલની સજા ફરમાવી હતી. ઉપરાંત મિત્રાને રૂા. 1.64 લાખના વ્યાજ સહિત રૂા. 4.64 લાખ ફરિયાદી મૉડેલ પૂનમ સેઠીને આપવાનો પણ આદેશ આપ્યો હતો. સેઠીએ મિત્રા સાથે 2013માં કેસ ફાઈલ કર્યો હતો. જોકે, મિત્રાએ આરોપ નકાર્યા હતા અને આ ચુકાદાને પડકારે એવી ધારણા રખાય છે.
અંધેરી મેટ્રોપોલિટન કોર્ટના મેજિસ્ટ્રેટ કેતકી ચવ્હાણે મિત્રાની લગભગ બધી જ દલીલો નકારી કાઢી હતી, જેમાં એક દલીલ એવી હતી કે સેઠીની રૂા. 22 લાખ ધીરવાની નાણાકીય ક્ષમતા નથી.
કેસ પ્રમાણે મિત્રાએ કેટલાક સમય પહેલાં સેઠી પાસેથી રૂા. 22 લાખ ઉધાર લીધાં હતાં. આ લોનની ફેરચુકવણી દરમિયાન મિત્રાએ રૂા. 3 લાખનો ચેક સેઠીને આપ્યો હતો જે બૅન્કમાં સ્વીકારાતો નહોતો.

Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer