વિશ્વ કપમાં બૅટિંગ : બેને જામીન મળી

મુંબઈ, તા. 22 : વિશ્વ કપ મેચમાં બૅટિંગની પ્રવૃત્તિ કરવા બદલ જે બે વ્યક્તિની ધરપકડ કરાઈ હતી તેઓને સેશન કોર્ટે જામીન આપી હતી. આ બંને વ્યક્તિઓ મોબાઈલ ઍપ્સનો આ માટે ઉપયોગ કરતા હતા. જેઓ આમાં સંડોવાયેલા હતા તેઓ પાસવર્ડના ઉપયોગ દ્વારા બૅટિંગની પ્રવૃત્તિ કરતા હતા.
કોર્ટે એ નિરીક્ષણ કર્યું હતું કે ભાગતા ફરતા આરોપી દ્વારા યુઆરએલ લીન્ક અને પાસવર્ડની આપ-લે થઈ હતી. તેમ જ અરજદારોએ ભાગતા ફરતા આરોપી અંગેની બધી માહિતી પૂરી પાડી સહકાર આપ્યો હતો.
આરોપીઓ કેટલીક વેબસાઈટ્સ અને ઍપ્સનો ઉપયોગ કરતા હતા જે એવી રીતે બનાવવામાં આવી હતી કે જાણે ઍપ્સની રમત માટે હોય, પણ વાસ્તવમાં હોડ મારવા માટે તેનો ઉપયોગ થતો હતો.
મુલુન્ડ પોલીસે પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેમાં બેમાં એક ભૂજ જિલ્લાનો રહેવાસી મુકેશ ઠક્કર (40) અને બીજો મુંબઈનો યોગેશ ઠક્કર (44) હતો જેઓએ જામીન માટે અરજી કરી હતી.
હવે પોલીસ જામીન પર છૂટેલાઓ પાસેથી માહિતી મેળવી કેટલા ફરાર આરોપીઓને શોધે છે તે જોવું રહ્યું.

Published on: Mon, 22 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer