શૅરોમાં વધુ ગાબડાં

મુંબઈ, તા. 22 : આજે નવા સપ્તાહના પ્રથમ સત્રનાં પ્રારંભ કાળમાં શૅરબજારમાં ગાબડાંની સ્થિતિ જણાઈ હતી. એશિયન બજારોમાં આજે સવારે શરૂઆતના અહેવાલ તેમ જ ડૉલર સામે રૂપિયો નબળો રહેતા તથા ક્રૂડતેલમાં વૃદ્ધિની ચાલે સ્થાનિક શૅરબજારમાં વેચવાલીનો માહોલ ચાલુ રહ્યો હતો. આજે સવારે 10.02 વાગ્યે બેન્ચમાર્ક સેન્સેક્ષ આગલી બંધ સપાટીની તુલનાએ 312 પોઈન્ટ તૂટીને 38025ની તો નિફ્ટી 85 પોઈન્ટના ગાબડાંએ 11334ની સપાટીએ ઊતરી ગયા હતા. આમ ગયા સપ્તાહની ઘટાડાની ચાલ આજે પણ ચાલુ રહી હતી. બજાજ ફાઈ., એચડીએફસી, એચડીએફસી બૅન્ક, કોટક બૅન્ક, તાતા સ્ટીલના શૅર્સ નોંધનીય ઘટયા હતા.

Published on: Mon, 22 Jul 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer