ટી-20માં પસંદગી ન થતાં સ્ટેન નારાજ : `પસંદગીકારો કદાચ મને ભૂલી ગયા''

ટી-20માં પસંદગી ન થતાં સ્ટેન નારાજ : `પસંદગીકારો કદાચ મને ભૂલી ગયા''
ટી-20માં પસંદગી ન થતાં સ્ટેન નારાજ : `પસંદગીકારો કદાચ મને ભૂલી ગયા'
જોહાનિસબર્ગ, તા.14: દ. આફ્રિકાના સિનિયર ફાસ્ટ બોલર ડેલ સ્ટેનની ભારત પ્રવાસની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં પસંદગી થઈ નથી. જેના પર તેણે નિરાશા વ્યક્ત કરી છે. સ્ટેને તાજેતરમાં ફક્ત ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ભારત પ્રવાસની ટી-20 ટીમ ગઇકાલે જાહેર કરી હતી. જેના સુકાની તરીકે ક્વિટન ડિ'કોકની પસંદગી કરી છે. સ્ટેનની સાથોસાથ ટેસ્ટ કેપ્ટન ફાક ડૂ પ્લેસિસનો પણ ટી-20 ટીમમાં સમાવેશ કરાયો નથી. હવે આ મામલે ડેલ સ્ટેને ટ્વિટ કરીને નિરાશા વ્યક્ત કરી છે અને કહ્યંy છે કે સીએસએચના પંસદગીકારો કદાચ મારો નંબર ભૂલી ગયા. તેણે એમ પણ કહ્યંy કે કોચિંગ સ્ટાફની અદલા-બદલીને લીધે કદાચ મારો નંબર ખોવાઈ ગયો હશે. સ્ટેને આ ટ્વિટ પર એક ચાહકે લખ્યું કે નવા પંસદગીકારોએ તમને મોટા મેચ માટે બચાવી રાખ્યા હશે. આ પછી સ્ટેન ફરી ટ્વિટ કરી જણાવ્યું કે હું ભારતીય સુકાની વિરાટ કોહલી સહિત લાખો ચાહકોની માફી માંગુ છું. હું ભારત આવી રહ્યો નથી.

Published on: Thu, 15 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer