વસઈમાં પ્રેમીની મદદથી પતિ પર ધગધગતું તેલ રેડયું

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : વસઈમાં પતિની નિર્દયતાપૂર્વક મારપીટ કરવા બદલ પોલીસે તેની પત્ની ક્વીન્સીયા અને તેના પ્રેમી સતવીરની ધરપકડ કરી છે.
વસઈ (પશ્ચિમ)માં ઉમેળમાન પરિસરમાં આવેલી પ્રતાપગઢ બિલ્ડિંગમાં રહેતી ક્વીન્સીયાએ તેના બે મિત્રોની મદદથી પતિ ભવિષ્ય ઉપર ઉકળતુ તેલ નાખ્યુ હતુ, માથા ઉપર હથોડી વડે પ્રહાર ર્ક્યો હતો અને ઘરમાં જે ચીજવસ્તુ હાથમાં આવે તેની મદદથી માર માર્યો હતો. બાદમાં તેના પગ રસ્સી વડે બાંધીને રસોડામાં પૂરી દીધો હતો.
તેથી ભવિષ્યએ જીવ બચાવવા રસોડાની બારીમાંથી સ્પીકર અને પ્રેશરકૂકર બહાર ફેંકયા હતા. તેથી પાડોશીઓએ પોલીસને બનાવની જાણ કરી હતી. આ મારામારી થતી હતી ત્યારે તેઓના જોડીયા સંતાનો પણ ઘરમાં હતા.
ક્વીન્સીયા ખ્રિસ્તી અને ભવિષ્ય આસામનો વતની છે. ભવિષ્ય કોલેસેન્ટરમાં કામ કરતો હતો ત્યારે પ્રતાપગઢ સોસાયટીમાં ભાડે રહેતો હતો. ત્યારે તેઓ સંપર્કમાં આવ્યા હતા અને પછી લગ્ન ર્ક્યા હતા. પોલીસે ભવિષ્યને જે. જે. હૉસ્પિટલમાં દાખલ ર્ક્યો છે અને તેની હાલત ચિંતાજનક છે.
 

Published on: Thu, 15 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer