કટોકટી કાળના અટકાયતીઓનું સન્માન કરવાની ભાજપની પ્રથાને કમલનાથે બંધ કરી

ભોપાલ, તા. 14 : મધ્યપ્રદેશની કૉંગ્રેસ સરકારે કટોકટી હેઠળ અટકાયતમાં રાખવામાં આવેલા અટકાયતીઓની સ્વાતંત્ર્ય દિને સન્માન કરવાની દાયકા જૂની પ્રથા બંધ કરી છે. અટકાયતીઓની ઈમર્જન્સી (કટોકટી) વખતે મેઈન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યોરિટી એક્ટ (મિસા) અને ડિફેન્સ ઓફ ઈન્ડિયા રૂલ્સ (ડીઆઈઆર) હેઠળ અટકાયત કરવામાં આવી હતી.  2008માં તત્કાલીન ભાજપ સરકારે મિસાના અટકાયતીઓ અને ડીઆઈઆરના અટકાયતીઓને માસિક રૂપિયા 6000નું પેન્શન આપવાનું અને તેમનું ભોપાલમાં સન્માન કરવાનું શરૂ કર્યુ હતું. ત્યારબાદ તેણે સ્વતંત્રતા સૈનિકોની તર્જ પર પેન્શનની રકમ વધારીને રૂપિયા 25 હજાર કરી હતી. ડિસેમ્બર 2018માં કમલનાથે મધ્યપ્રદેશની સત્તા સંભાળવાના બે સપ્તાહ બાદ સરકારે પેન્શન સ્થગિત કરી દીધું હતું. સરકારે લાભાર્થીઓની શારીરિક ચકાસણીનો પણ આદેશ આપ્યો હતો. કમલનાથ સરકારના છેલ્લામાં છેલ્લા નિર્ણયની ટીકા કરતાં વિપક્ષ ભાજપે તેના જિલ્લા એકમોને તેમનાં કાર્યાલયોમાં અટકાયતીઓનો સન્માન સમારંભ યોજવા જણાવ્યું હતું.
 
 
 
 

Published on: Thu, 15 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer