વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે સિંધુનું ફોકસ ફિટનેસ અને ડિફેન્સ

વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે સિંધુનું ફોકસ ફિટનેસ અને ડિફેન્સ
2017 અને 18ની ફાઇનલમાં હાર સહન કરનાર સિંધુનું આ વખતે સુવર્ણ પર લક્ષ્ય

નવી દિલ્હી, તા.16: ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ શટલર પીવી સિંધુએ કહ્યું છે કે આવતા સપ્તાહથી શરૂ થઇ રહેલ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે તે ફિટનેસ અને ડિફેન્સ પર કામ કરી રહી છે. સિંધુનું લક્ષ્ય ગોલ્ડ મેડલ છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિંધુ સતત સારું પ્રદર્શન કરતી આવી છે. તેણીએ બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે, પણ ગોલ્ડ મેડલ હાંસલ કરી શકી નથી.
હવે 24 વર્ષીય પીવી સિંધુ 19 ઓગસ્ટથી સ્વિત્ઝરલેન્ડના બાસેલ ખાતે શરૂ થઇ રહેલ વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન ભારતીય ટીમની આગેવાની લેશે. તેની પાસેથી ભારતને મોટી સફળતાની આશા રહેશે. તે 2017 અને 2018ના ફાઇનલમાં ક્રમશ : જાપાનની નાજોમી ઓકુહારા અને સ્પેનની કરોલિના મારિન સામે પરાજીત થઇ હતી. શું ત્રીજીવાર ભાગ્યશાળી રહીશ ? તેવા સવાલ પર સિંધુએ કહ્યું કે હું આકરી મહેનત કરી રહી છું. આશા છે કે સારું કરીશ. મારે સારી રમત રમવી પડશે, પણ કોઇ દબાણ નથી. હું ડિફેન્સ અને ફિટનેસ પર કામ કરી રહી છું. દુનિયાની નંબર વન જાપાનની યામાગુચી મોટો ખતરો બની રહેશે. તેવા સવાલ પર સિંધુએ કહ્યુ કોઇ ખતરો નથી. ઇન્ડોનેશિયા ઓપનના ફાઇનલમાં મેં તેને સારી ટક્કર આપી હતી. હું તેની આક્રમકતાથી હેરાન નથી. 
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પીવી સિંધુને પાંચમો ક્રમ મળ્યો છે અને પહેલા રાઉન્ડમાં બાય મળી છે. સિંધુ તેના અભિયાનનો પ્રારંભ ચીની તાઇપેની પાઇ યુ પો સામે રમીને કરશે.
Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer