હીરાની પરખ મોબાઇલ ઍપ વડે થશે

હીરાની પરખ મોબાઇલ ઍપ વડે થશે
લેબગ્રોન ડાયમંડ જ્વેલરી શોનું પ્રથમવાર મુંબઈમાં આયોજન

મુંબઈ, તા. 16 : ગોરેગાંવમાં પ્રથમવાર યોજાયેલ લેબગ્રોન ડાયમંડના જ્વેલરી શોમાં હીરા ઉદ્યોગના સાપ્તાહિક પારસમણિના વિશેષ અંકનું વિમોચન એલજીડીએસના પ્રમુખ શશીકાંત શાહ, શોના આયોજક અરવિંદભાઈ પટેલ, નાઇન ડીએમના સંજય શાહ અને રાજેશ બજાજે કર્યું હતું. તંત્રી જયંતીલાલ શાહને અભિનંદન આપ્યા હતા.
લેબગ્રોન ડાયમંડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રમુખ શશીકાંત શાહે (ડીએમ જેમ્સ) જણાવ્યું કે સન, 2004ની સાલમાં કલચર્ડ ડાયમંડ તરીકે ઓળખાતા હતા. નેચરલ હીરાના વેપારીઓને ખબર નહોતી કે આવા પ્રકારના હીરા કેવી રીતે બને છે. શરૂઆતમાં ગોલ્ડન (યલો) કલરમાં આવતા હતા. ત્યાર બાદ સફેદ હીરા આવવા લાગ્યા. આઈજીએ લેબગ્રોન ડાયમંડનું સન-2015માં સર્ટિફિકેટ આપવાનું શરૂ કર્યું, ત્યાર બાદ વેપારની વૃદ્ધિ થવા લાગી. દર વર્ષે 50 ટકાનો વેપાર વધવા લાગ્યો. જેમ ક્વોલિટીના વેપાર સામે બે ટકા જ છે પણ આવનારાં 25 વર્ષમાં સપ્લાય અને ડિમાન્ડ વધતી જશે.
લેબગ્રોન ડાયમંડ જ્વેલરી શોના આયોજક તથા સહજાનંદ ટેક્નૉલૉજીના એમડી અરવિંદ પટેલે જણાવ્યું કે મેં સુરત આવીને હીરા ઉદ્યોગનું નિરીક્ષણ કર્યું ત્યારે ખબર પડી કે આ ઉદ્યોગમાં ટેક્નૉલૉજીનો અભાવ છે. ભારે મહેનત કરી હીરા ઘસવાનું કામ કરી રહ્યા છે. સૌથી પહેલાં હીરાને ક્લિવિંગ (લેસરથી) કરવાની ટેક્નૉલૉજી લાવ્યા. જેનાથી ઓછા સમયમાં હજારો હીરાનું ક્લિવિંગ થવા લાગ્યું. તેમણે નેચરલ અને સીવીડી અને એચપીએચટી હીરાઓને જુદા પાડવાનાં મશીનો બનાવ્યાં છે. 90 ટકા મશીનોના પાર્ટ્સ ચીનથી આવે છે. હીરા ઉદ્યોગની મશીનરી ભારતમાં જ બનવી જોઈએ. જેને કારણે આપણાં નાણાં વિદેશ જાય નહીં. તેમણે લેબગ્રોન શો વખતે જણાવ્યું હતું કે કુદરતી તથા લેબગ્રોન ડાયમંડની ઓળખને અલગ કરતા મશીનની ટેક્નૉલૉજી હવે મોબાઇલમાં આવશે. જેને લઈ હીરાના વેપારીઓને તપાસ કરવા માટે ક્યાંય જવાની જરૂર નહીં પડે. એક સાથે 100 મોબાઇલ લોન્ચ કરશે તેવું તેમણે જણાવ્યું હતું.
Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer