જર્જરિત બિલ્ડિંગો માટે ભાડૂતો પણ એટલા જ જવાબદાર હાઈ કોર્ટ

મુંબઈ, તા. 16 : `શહેરની જે બિલ્ડિંગો 30 વર્ષ કરતાં વધુ જૂની હોય તેમનું સ્ટ્રકચરલ અૉડિટ કરવાનું પાલિકાએ ફરજિયાત બનાવ્યું છે. આવી સ્થિતિમાં જર્જરિત થયેલી બિલ્ડિંગોનું સ્ટ્રકચરલ ઓડિટ કરવામાં તેના માલિકો ઉદાસીનતા દાખવે તો બીજી બાજુ બિલ્ડિંગના ભાડૂતો પણ તેમની જવાબદારીમાંથી મુક્ત નથી થતા', એવું મહત્ત્વનું નિરીક્ષણ બૉમ્બે હાઈ કોર્ટે મલાડની એક બિલ્ડિંગના વિવાદ પર ર્ક્યું છે.
`જોખમી અને ખખડધજ બિલ્ડિંગના મુદ્દે વિવાદ સર્જાયા બાદ તેના માલિક વિરુદ્ધ દાદ માગી પોતાના હકોનું રક્ષણ કરવા ઈચ્છનારા ભાડૂતોએ બિલ્ડિંગનું સ્ટ્રકચરલ ઓડિટ કરવાની જવાબદારી નિભાવવી જોઈએ' એમ ન્યા. સત્યરંજન ધર્માધિકારી અને ન્યા. ગૌતમ પટેલની બૅન્ચે તાજેતરમાં આપેલા એક કેસના ચુકાદામાં જણાવ્યું હતું.
તેમણે મલાડ(પ.)ના ઓર્લેમમાં આવેલી `ડેન રે એપાર્ટમેન્ટ' નામની અત્યંત જર્જરિત બિલ્ડિંગના ડેમોલિશન માટે મુંબઈ મહાનગરપાલિકાએ આપેલી નોટિસ રદ કરવાની ના પાડી ભાડૂતોને રાહત આપવાનો ઈનકાર ર્ક્યો હતો.

Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer