મહાનગર ગૅસનો પુરવઠો ખોરવાયો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : મુંબઈમાં મહાનગર ગૅસના વડાલાસ્થિત સીટી ગેટ સ્ટેશનમાં ગૅસનો પુરવઠો ખોરવાયો છે. તેના કારણે મુંબઈના લગભગ દસથી બાર જેટલા સી.એન.જી. સ્ટેશનમાં વાહનોમાં સીએનજી ભરવાના કામ ઉપર અસર થઈ છે.
મહાનગર ગૅસ લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે અૉઈલ ઍન્ડ નેચરલ ગૅસ કમિશનની ઉરણ ખાતેના ગૅસ પ્રોસેસિંગ યુનિટમાં ટેક્નિકલ સમસ્યા સર્જાઈ છે. તેના કારણે મહાનગર ગૅસ લિમિટેડને અપાતા ગૅસના પુરવઠા ઉપર અસર થઈ છે. તેના કારણે વડાલામાં સીટી ગૅસ સ્ટેશનમાં ઓછા પ્રમાણમાં ગૅસ મળી રહ્યો છે. આ સંજોગોમાં ઘરગથ્થુ પી.એન.જી. ગ્રાહકોને અવિરતપણે ગૅસનો પુરવઠો મળતો રહે એ બાબતને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આમ છતાં ગૅસની ઓછી ઉપલબ્ધતાને લીધે મુંબઈમાંના ઘણા સી.એન.જી. સ્ટેશનોમાં વાહનોને ગૅસ આપવાનું બંધ થઈ શકે છે. તેના કારણે `બેસ્ટ' અને મહારાષ્ટ્ર સરકારની બસો ઉપર પણ અસર થઈ શકે છે. ઓ.એન.જી.સી. દ્વારા ગૅસનો પુરવઠો પૂર્વવત થાય પછી સ્થિતિ અગાઉની જેમ રાબેતા મુજબ થશે એમ યાદીમાં ઉમેરવામાં આવ્યું છે.
Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer