મોદીના પરાક્રમથી અનુચ્છેદ 370 ઈતિહાસ બન્યો અમિત શાહ

મોદીના પરાક્રમથી અનુચ્છેદ 370 ઈતિહાસ બન્યો અમિત શાહ
નવી દિલ્હી, તા. 16 : ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે હરિયાણાના જિંદમાં પક્ષની આસ્થા રેલીને સંબોધન કર્યું હતું. આ દરમિયાન શાહે કહ્યું હતું કે, હરિયાણામાં ફરી એક વખત ભાજપ બહુમતથી સરકાર બનાવશે. જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ  370 અંગે કોંગ્રેસ ઉપર નિશાન તાકતા અમિત શાહે કહ્યું હતું કે, જે કામ 70 વર્ષમાં થઈ ન શક્યું તેને મોદી સરકારે 70 દિવસમાં કરી બતાવ્યું છે. આર્ટિકલ 370 કાશ્મીરને ભારત સાથે જોડતા રોકતી હતી. તેને હટાવ્યા બાદ હવે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ખુશીની લહેર છે.
જિંદના એકલવ્ય સ્ટેડિયમમાં સંબોધન કરતા શાહે કહ્યું હતું કે મોદીજીએ જે નિર્ણય લીધો તે વોટબેન્કની લાલચમાં નથી લીધો.  અનુચ્છેદ 370 હટાવવો તે મોટું કામ છે અને જેના મનમાં વોટબેન્કની લાલચ ન હોય તે જ આ કામ કરી શકે છે. મોદીજી ક્યારેય વોટબેન્કની લાલચમાં પડયા નથી. તેમણે હંમેશા મા ભારતની ભલાઈ માટે ફેંસલા કર્યા છે. પીએમ મોદીના પરાક્રમથી અનુચ્છેદ 370 ઈતિહાસ બની ગયો છે.

Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer