પાકિસ્તાનને રાજનાથની મોઘમ ચેતવણી

પાકિસ્તાનને રાજનાથની મોઘમ ચેતવણી
સંજોગોના આધારે અમારી અણુનીતિ બદલાઈ પણ શકે

જેસલમેર/પોખરણ, તા. 16: જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરાયા બાદ પાકના વડા પ્રધાન ઈમરાન ખાન સતત ઉત્તેજનકારી નિવેદનો કરતા આવ્યા છે તે સ્થિતિમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિહે આજે રાજસ્થાનના પોખરણમાં પાકને અનુલક્ષીને મોઘમપણે સખ્ત ચેતવણીભર્યો સંકેત આપી દીધો છે: ભારતની `નો ફર્સ્ટ યુઝ' (અણુશત્રનો પ્રથમ ઉપયોગ ન કરવાની) પરમાણુ નીતિ રહી છે, પરંતુ ભવિષ્યમાં સંજોગો બદલાય તો એ જ નીતિ ચાલુ રહેવા શકયતા નથી. પોખરણ ભારતને અણુ સત્તા બનાવવાના દૃઢ નિર્ધારનું સાક્ષી રહ્યંy છે અને `નો ફર્સ્ટ યુઝ' ના સિદ્ધાંતને દૃઢપણે પ્રતિબદ્ધ છે, પરંતુ ભવિષ્યમાં શું બનશે તે સંજોગો પર નિર્ભર છે એમ સિંહે જણાવ્યું હતું.
માજી વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રથમ પુણ્યતિથિએ સદગતને શ્રદ્ધંાજલિ આપવા પોખરણ પહોંચેલા રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભાજપના આ દિગ્ગજ દિવંગત નેતાના નેતૃત્વમાં ભારતે પોખરણમાં અણુ પરીક્ષણ કર્યા હતા. ભારત એક જવાબદાર અણુ રાષ્ટ્રનો દરજ્જો ધરાવે છે અને દરેક દેશવાસી માટે એ ગૌરવની વાત છે. વાજપેયીના પ્રતાપે એ ગૌરવ મળ્યું હોઈ દરેક દેશવાસી તેમનો ઋણી છે.
આ નો ફર્સ્ટ યુઝ ની નીતિ મુજબ, ભારત કોઈ પણ અણુહુમલો ત્યાં સુધી નહી કરે જ્યાં સુધી તે દેશ ભારત પર હુમલો નહીં કરે.ભારતે '98માં દ્વિતીય પરમાણુ પરીક્ષણ બાદ આ સિદ્ધાંત અપનાવ્યો હતો. ઓગસ્ટ '99માં સરકારે જારી કરેલા આ સિદ્ધાંતના મુસદ્દામાં જણાવાયું કે અણુ શત્ર માત્ર નિરોધ માટે છે અને ભારત માત્ર પ્રતિશોધની નીતિ અપનાવશે.
Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer