જમ્મુ-કાશ્મીર : રાજ્યના પાંચ જિલ્લામાં 2ઋ મોબાઈલ ઈન્ટરનેટ સેવા શરૂ

શ્રીનગર, તા. 17 : જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. આ જોતાં પ્રશાસને અનુચ્છેદ 370 હટાવ્યાના 12 દિવસ પછી શનિવારે રાજ્યમાં અમુક જગ્યાએ 2-જી ઈન્ટરનેટ સેવા શરૂ કરી દીધી છે. જમ્મુ, રિયાસી, સાંબા, કઠુઆ અને ઉધમપુરમાં ઈન્ટરનેટ સેવા શરૂ કરી દેવામાં આવી છે. શુક્રવારે જ જમ્મુ-કાશ્મીરમાં મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, રાજ્યમાં તબક્કાવાર ટેલિકોમ સેવાઓ શરૂ કરવામાં આવશે. 
અનુચ્છેદ 370 ખતમ કરતાં પહેલાં જ આ પગલાં લેવામાં આવ્યાં હતાં 
જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કરવાની સરકારની જાહેરાત પહેલાં જ સુરક્ષાના ભાગ રૂપે ટેલિકોમ અને મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
આ સિવાય દરેક સ્કૂલ-કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. શ્રીનગરમાં ત્રણેય પૂર્વ મુખ્ય પ્રધાનો ફારુક અબદુલ્લા, 
ઓમર અબદુલ્લા અને મેહબૂબા મુફ્તીને નજરબંધ કરવામાં આવ્યાં  છે. 
પ્રતિબંધ લાગુ થયાના અંદાજે એક સપ્તાહ પહેલાં જ જમ્મુમાં સામાન્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને સ્કૂલ-કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. સમગ્ર જમ્મુમાંથી કલમ 144 હટાવી લેવામાં આવી છે. ખીણ વિસ્તારમાં છૂટી છવાઈ એકાદ-બે ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ પ્રશાસન તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, ખીણ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ ગંભીર હિંસા થઈ નથી. 
જમ્મુ-કાશ્મીરના પ્રમુખ સચિવ રોહિત કંસલના જણાવ્યા પ્રમાણે પ્રતિબંધિત વિસ્તારમાં ઓફિસર્સની નજર છે. જ્યાં પણ સ્થિતિ સુધરતી લાગશે ત્યાં પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવશે. કાંસલના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલ, મેડિકલ ફેસિલિટીઝ અને નેશનલ હાઈવે અને એરપોર્ટ ઉપર પણ અત્યારે સામાન્ય સ્થિતિમાં કામ થઈ રહ્યું છે.

Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer