પાછોતરા વરસાદથી અનાજનું વિક્રમજનક ઉત્પાદન થશે !

પાછોતરા વરસાદથી અનાજનું વિક્રમજનક ઉત્પાદન થશે !
નવી દિલ્હી, તા. 17 : પાછોતરા વરસાદે ગતિશીલ પ્લાન્ટિંગ અને તળાવોમાં અનેકગણા વધારે પાણી સાથે બાકી રહેલા વર્ષની ખેતી તેમ જ ખેતપેદાશો માટે આદર્શ સ્થિતિ સર્જી છે જેનાથી આ વર્ષે વિક્રમજનક ઉત્પાદન થશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
અૉગસ્ટમાં અત્યાર સુધીમાં વરસાદ સામાન્ય કરતાં 35 ટકા વધુ પડયો છે, જે ક્રોપ પ્લાન્ટિંગમાં વધુ સુધારા તરફ દોરી જશે તેમ જ તેને લીધે મોટા ભાગનાં નદી અને તળાવોમાં 25 ટકા વધુ પાણી આવ્યું છે.
આનાથી ખેતરોની સ્થિતિ પણ સુધરી છે, જે જૂનમાં આઘાતજનક જણાતી હતી તેમ જ તે સમયે સામાન્ય કરતાં એક તૃતિયાંશ ઓછા વરસાદથી સત્તાવાળાઓએ દુષ્કાળ રાહત માટેનાં પગલાં લેવાનું વિચાર્યું હતું. જ્યારે હવે ખરીફ પાક માટે આદર્શ સ્થિતિ સર્જાવા પામી છે અને તે ઉત્સવોની સિઝનની માગણીને વેગવાન બનાવવા ઉપરાંત વાહનો, સોના અને કન્ઝ્યુમર ગુડ્ઝના વેચાણને અમુક હદ સુધી વધારીને અર્થતંત્રને મજબૂત બનાવશે.
એગ્રિકલ્ચર કમિશનર એસ. કે. મલહોત્રાએ જણાવ્યું હતું કે સારું ચોમાસું એ બહેતર પાક લેવા માટે એક પ્રકારનો પાસપોર્ટ છે. આપણે ગયા વર્ષે અનાજનું વિક્રમજનક ઉત્પાદન કર્યું હતું.

Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer