અનાજ, કઠોળ પરનાં ભાવનિયંત્રણો હળવાં કરાશે ?

અનાજ, કઠોળ પરનાં ભાવનિયંત્રણો હળવાં કરાશે ?
મુંબઈ, તા. 17 : જીવનાવશ્યક વસ્તુ કાયદા હેઠળ આવનારા અનાજ, કઠોળ ઈત્યાદિના બજાર ભાવ પરના સરકારી નિયંત્રણો અડધોઅડધ શિથિલ (હળવા) કરવામાં આવશે એમ જણાય છે. આ નિયંત્રણો સંપૂર્ણપણે દૂર કરવાની કેન્દ્રની દરખાસ્ત છે, પરંતુ ઉચ્ચાધિકાર સમિતિમાં સમાવિષ્ટ કેટલાંક રાજ્યોના મુખ્ય પ્રધાનોએ તેનો વિરોધ કર્યો હોઈ કૃષિપેદાશોનો વેચાણભાવ 50 ટકાથી વધ્યો તો સરકાર તેમાં હસ્તક્ષેપ કરી શકશે એવી ભૂમિકા આ સમિતિએ લીધી છે.
આ ખેતપેદાશોના બજારભાવ પર સરકારી નિયંત્રણ નહીં હોવું જોઈએ તેમ જ વેપારીઓ પાસેના સ્ટોક પરનો અંકુશ પણ દૂર કરવો જોઈએ એવો કેન્દ્રીય નીતિ આયોગનો પ્રસ્તાવ છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અધ્યક્ષપદે નિમાયેલી કેટલાક મુખ્ય પ્રધાનોની ઉચ્ચાધિકાર સમિતિની ગઈ કાલે  યોજાયેલી બીજી બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરાઈ હતી. આ પ્રશ્ને તમામ રાજ્યોનો મત લીધા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભલામણો કરવામાં આવશે એવી માહિતી ફડણવીસે બેઠક બાદ આપી હતી.
આ બેઠકમાં કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર, ગુજરાત અને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન 
ઉપસ્થિત હતા.
ખેડૂતોને યોગ્ય બજારભાવ મળે તે માટે કેન્દ્ર સરકારે બજાર સમિતિ કાયદામાં સુધારા કરનારો `મોડેલ એકટ' તૈયાર કર્યો હોઈ તેના પર પણ ચર્ચા કરાઈ હોવાનું ફડણવીસે જણાવ્યું હતું.

Published on: Sat, 17 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer