નવી દિલ્હી, તા.18: ભારતની ટોચની મહિલા દોડ ખેલાડી હિમા દાસ અને મોહમ્મદ અનસે ચૅક ગણરાજ્યમાં રમાઇ રહેલ અથ્લેટિકી મિટિનેક રીટર સ્પર્ધામાં મહિલા અને પુરુષ વિભાગમાં 300 મીટરની દોડ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે. બે જુલાઇ બાદથી હિમાનો યૂરોપની સ્પર્ધામાં આ છઠ્ઠો ગોલ્ડ મેડલ છે. જો કે આ સ્પર્ધામાં વિશ્વની ટોચની એથ્લેટોએ ભાગ લીધો ન હતો.
પુરુષ વિભાગમાં મોહમ્મદ અનસે 300 મીટરની રેસ 32.41 સેકન્ડમાં જીતીને પહેલું સ્થાન મેળવ્યું હતું. અનસ સપ્ટેમ્બરમાં દોહામાં રમાનાર વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશિપ માટે કવોલીફાઇ થઇ ગયો છે. હિમા દાસને કવોલીફાઇ થવું બાકી છે.
Published on: Mon, 19 Aug 2019
હિમા દાસ-અનસને ચૅક ગણરાજયની સ્પર્ધામાં 300 મી.માં સુવર્ણ ચંદ્રક
