મોંઘવારીના ભરડામાં પાકિસ્તાનનું અર્થતંત્ર

દાળ, તેલ અને દૂધ સહિતની તમામ વસ્તુઓની કિંમતમાં ભડકો

કરાચી, તા. 18 : જમ્મુ કાશ્મીર મુદ્દે ધૂંધવાયેલા પાકિસ્તાનનું પોતાનું અર્થતંત્ર લથડી પડયું છે. મોંઘવારી એવી ફેલાઈ છે કે લોકોને દાળથી લઈને તેલ સુધી મોટી રકમ ચૂકવવી પડે છે. ભારતમાં પેટ્રોલની કિંમત 72 રૂપિયા છે. જ્યારે પાકિસ્તાનમાં લિટર પેટ્રોલની કિંમત 117 રૂપિયે પહોંચી છે. આટલું જ નહી ડીઝલની કિંમત બમણી થઈ છે. 
ભારતમાં માત્ર 50 રૂપિયા પ્રતિ કિલો મળતા સીએનજી માટે પાકિસ્તાની લોકોને 123 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે નાન રોટીની કિંમત 35-40 રૂપિયા સુધી પહોંચી છે.
પાકિસ્તાની અખબાર ડોનના રિપોર્ટ પ્રમાણે ખાંડ 75-80 રૂપિયા કિલોના ભાવે વેંચાઈ રહી છે. આવી જ રીતે ચણાની દાળ 140થી 160, મગની દાળ 160-170, મસૂર દાળ 130 અને અડદ 180 રૂપિયા કિલોએ પહોંચી છે. પાકિસ્તાની ચલણ પણ વર્તમાન સમયે અમેરિકી ડોલરના મુકાબલે 158 રૂપિયાના સ્તરે છે. 

Published on: Mon, 19 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer